ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે વિચિત્ર દુર્ઘટનામાં તળાવના કાંઠે પતંગ ચગાવી રહેલા સાત વર્ષના પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના બાળકનું અકસ્માતે તળાવના પાણી ભરેલા ખાડામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે મનસુખભાઇ નરસીભાઈ ભાડજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા સુનિલભાઈ મીરુસિંહ મેડાનો સાત વર્ષનો પુત્ર આકાશ ગઈકાલે તળાવની પાળી પર પતંગ ચગાવી રમતો હતો ત્યારે અચાનક અકસ્માતે તળાવમાં પાણી ભરેલા ખાડામાં પડી ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.