મોરબી : હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા ક્રિષ્ના કુમાર દેવજીભાઈ મજેઠીયા ઉ. 8 નામના બાળકને કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ધનાળા નજીક ડમ્પરને રેઢું મૂકી નાસી ગયો હતો.