મોરબીમાં આવો કોઈ બનાવ બન્યો નથી, વિડીયો બીજે ક્યાયનો છે : પેનિક ન ફેલાવવા એ ડિવિઝન પીઆઈની અપીલમોરબી : મોરબીમાં બાળક ઉપાડી જનાર ગેંગ આવી છે. આવી અફવાથી સોશિયલ મીડિયા ગાજી ઉઠ્યું છે. ત્યારે મોરબીમાં આવો કોઈ બનાવ બન્યો નથી. વિડીયો બીજે ક્યાંકનો છે. ખોટું પેનિક ન ફેલાવવા એ ડિવિઝન પીઆઈએ અપીલ કરી છે.મોરબીમાં સોશિયલ મીડિયામાં અત્યારે એક મેસેજ સાથે વિડીયો વાયરલ થયો છે. મેસેજમાં લખાયેલ છે કે સત્યમ ફ્લેટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને પહેલા અડધો કલાક જેવો ટાઈમ રેકી કરે છે. ને પછી બાળકને સાઇડમાં બોલાવીને લઈ જાય છે આ ઘટના કાલ રાત્રે 9:30ની છે. તો દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખવુંને ખાસ સમજાવવું કે કોઈ અજાણ્યા વ્યક્તિ નો ભરોશો કરવો નહી. પોલીસને જાણ કરતા માલુમ પડ્યું કે આયુષ્માન હોસ્પિટલથી લઈ સર્વોદય સુધીના વિસ્તારમાંથી આવી 7/8 ઘટના સામે આવી છે. ને ફરિયાદ નોધવાય છે.ઉપર જણાવ્યા મુજબના લખાણ સાથે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો રમતા હોય છે ત્યારે એક અજાણી વ્યક્તિ બાળકીને સાઈડમાં બોલાવી લ્યે છે. આ મેસેજ અંગે એ ડિવિઝન પીઆઇ એચ.જે.જાડેજાએ જણાવ્યું કે આવો કોઈ બનાવ બન્યો નથી. આવી કોઈ ટોળકી નથી. અફવામાં ન આવવુ, પેનિક ન ફેલાવવું. આ મોરબીનો બનાવ નથી.