મોરબી : મોરબી સામાજીક સમરસતા મંચ તેમજ ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા તા 13 જાન્યુઆરીને શનિવારના બપોરના 3 થી 6 કલાકે સરદાર બાગ પાછળ આવેલા નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સ્વચ્છતા કર્મી પરિવારજનોના બાળકોને તથા સ્વચ્છતા કર્મી બંધુઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જતીનભાઇ નાણાવટી (સંયોજક- સૌરાષ્ટ્ર પ્રાંત, સામાજીક સમરસતા મંચ) દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવશે. તેમજ આ તકે કરશનદાસ બાપુ (કબીર આશ્રમ- રોહીદાસપરા) દ્વારા આર્શીવચન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દિપકભાઈ ઢોલ- પી.આઈ.એલસીબી.- મોરબી, પ્રવિણભાઈ ધોળકીયા- પ્રમુખ ડો. હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટ, વિપુલભાઈ અઘારા- મંત્રી- ડો. હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટ સહીતના અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમમાં સમિતિના દરેક સભ્યોએ ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા સામાજીક સમરસતાના સંયોજક દિનેશભાઈ વિડજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.