મોરબી : રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન જ્ઞાતિની વાડી રામઘટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ડીડીઓ ડી. ડી. જાડેજા હાજર રહ્યા હતા તેમજ મહેન્દ્ર નગર રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન, નિવૃત્ત ટીડીઓ અનિરૂદ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થ ભાઈ નિરંજની, તેમજ મહેન્દ્રસિંહ ડી ઝાલા (રંગપર) વાળા ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી માળિયાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ અગ્રાવત, ઉપ પ્રમુખ હિતેશ ભાઈ રામાનુજ, મંત્રી હિતેશ ભાઈ રામાવત, ખજાનચી રવીભાઈ રામાનુજ, (સભ્ય )પરેશ ભાઈ રામાવત અને જીતેન્દ્ર ભાઈ રામાવતએ જહેમત ઊઠાવી હતી.