શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતમાં 70થી વધુ છાત્રો અને સમાજનું ગૌરવ વધારનાર 25 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું : સરકાર તરફથી શ્રેષ્ઠ મંત્રીનું બિરુદ મળવા બદલ પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં આજે ક્ષત્રિય સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના ટોચના સમાજના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતમાં સમાજના 70થી વધુ તેજસ્વી છાત્રો અને સમાજનું નામ રોશન કરનાર 25 વિરાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે સરકાર તરફથી શ્રેષ્ઠ મંત્રી તરીકેનું બિરુદ મળવા બદલ પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના રત્નકલા એકસપોર્ટ ખાતે આજે ક્ષત્રિય સમાજ દ્વારા 48માં તેજસ્વી છાત્રો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર, 50 મુદા અમલીકરણ સમિતિના ચેરમેન આઇ.કે.જાડેજા,મહિલા પ્રદેશ ક્રોગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા જાડેજા, ગીતાબા જાડેજા,પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.અને ક્ષત્રિય સમાજના ધો.5થી કોલેજ સુધીના 70થી વધુ તેજસ્વી વિધાર્થીઓ અને કલાસ વન, કલાસ ટું, તેમજ વિવિધ સ્પર્ધા અને વિવિધ કર્યો કરીને સમાજનું નામ રોશન કરનાર 25 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદીપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભવોએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,આજની બહેનોઓએ સોશ્યલ મીડિયાના ઉપયોગ કરે છે પણ ખરેખર સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ અને દુરુપયોગ કયારેય કરવો નહીં.એકંદરે એના ઉપયોગથી દૂર રહે તે વધુ હિતકારક છે.કારણ કે અજાણ્યા વ્યક્તિ સાથે ચેટીંગ કરવામાં જોખમ છે.દરેકને કુદરતે આપેલી શક્તિને ઓળખીને સમાજ અને દેશના વિકાસ માટે તેનો સદપયોગ કરવા પર ભાર મુક્યો હતો અને પગ ખેંચવાની જગ્યાએ હાથ ખેંચશો તો સમાજ આગળ આવશે.માતૃશક્તિ શિક્ષિત હશે તો સમાજ ઉન્નતિ કરશે, આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા ગુજરાત સરકારમાં સૌથી શ્રેષ્ઠ મંત્રી તરીકેનું બિરુદ મળવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બમાવવા પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા,મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.