મોરબી : મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા એક સિરામિક કર્મચારીનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આજે તા. 15 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક પાસે મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન પસાર થઇ રહી હતી. ત્યારે પ્રમોદ રામધર રાજપૂત ઉ.વ.આશરે 40નું ટ્રેનની હડફેટે આવી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તે પોતાના વતનમાંથી અહીં આવી પહોંચ્યા હતા. આ બનાવની તપાસ રેલવેના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે.