જીએસટી બિલ બનાવવાની ના પાડતા પાર્ટનરે ઓફિસે દોડી આવીને લોખંડના શિશા ફટકાર્યામોરબી : મોરબીના રંગપર નજીક સિરામિક એકમના પાર્ટનરે જીએસટી બિલ બનાવવા બાબતે એક કર્મચારીને માર મારી તેની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સિરામિક પાર્ટનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાન એપાર્ટમેન્ટમાં રહેતા જયદિપભાઈ મનસુખભાઈ શેરશીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રંગપર ગામ પાસે આવેલ લેમસ્ટોન સિરામિક કારખાનામાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા હોય અને આ કારખાનાના શેઠ કાર્તિક મેધપરાએ લોકલ ગાડીના નંબર નાખી જી.એસ.ટી. બીલ બનાવવા કહ્યું હતું.ફરીયાદીએ તેમ બીલ ન બને તેમ કહેતા આ શેઠે ઓફિસમા આવી ગાળો આપી ઢીકા પાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ તેઓ પોતાનુ સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી નં.GJ-36-N-7448 લઇને ઘરે જતા હતા. ત્યારે કારખાનાના ગેઇટની સામે પહોચતા પાછળથી શેઠે ઇનોવા ગાડી રજી નં.GJ-36-F-2881 લઇને મારી નાખવાના ઇરાદે ત્રણ વખત ગાડી માથે નાખી તેમના ડાબા હાથમા તથા ડાબા પગમા મુંઢમાર ઇજા પહોંચાડી ફરીયાદ કરીશ તો જીવતો નહિ રહેવા દવ અને ક્યાંય કારખાને નોકરીએ નહિ રહેવા દવ તેવી ધમકી આપી બાઇકને પણ નુકસાન કર્યું હતું. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે સિરામિક એકમના પાર્ટનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.