મોરબી : રાજ્યના અન્ય કોરોના હોટ સ્પોટ જિલ્લાઓમાંથી કેટલાક લોકોનો મંજૂરી વગર મોરબી જિલ્લામાં જોખમી પ્રવેશ યથાવત રહ્યો હતો. જેમાં વધુ એક બનાવમાં સુરતથી એક યુવાન મોરબી મંજૂરી વગર ઘુસી ગયો હતો. આથી, પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ સુરતના માનસરોવર ટોલનાકા, કામરેજ તેમજ 108 દિવ્યકુંજ એપાર્ટમેન્ટ, પુણાગામ યોગીચોક સુરતમાં રહીને હીરા ઘસવાનોનો ધંધો કરતો જીજ્ઞેશભાઈ ધીરુભાઈ ગજેરા (ઉ.વ.29) નામનો યુવાન તા.9 ના રોજ સુરતથી મંજૂરી વગર મોરબીના વીસીપરા શ્રદ્ધાપાર્ક શેરી નંબર 1 માં રહેવા લાગ્યો છે. આથી, કોરોના હોટસ્પોટ સુરત જિલ્લામાંથી મંજૂરી વગર મોરબી આવી અહીં કોરોના સંક્રમિત થાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરીને ગુનો કર્યાની બી ડિવિઝન પોલીસે આ યુવાન સામે ફરિયાદ નોંધાવી છે અને આ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.