મોરબી : લોકડાઉનને લઈને મોરબી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પૂર્વ મંજૂરી લીધા વગર ધોરાજીથી મોરબી શહેરમાં પ્રવેશેલી એક મહિલા સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પીએસઆઈ આર.સી.રામાનુજે જાતે પોલીસ ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉન વચ્ચે બિનજરૂરી અવરજવર નહિ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય છતાં 45 વર્ષીય આરોપી અલ્પાબેન સંજયભાઈ ચનીયારા રહે સુપેડી તા. ધોરાજીવાળા મોરબીના ઉમા ટાઉનશીપમાં આવ્યા હોય એવી જાણકારી મળતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ તેમજ કોરોના વાયરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે આરોપી મહિલા સામે જાહેરનામાં ભંગ તેમજ ડીઝાસ્ટર એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.