૫૧.૫ તોલુ સોનુ કિંમત રૂ.૧૦,૩૦,૦૦૦ તથા રોકડ કિંમત રૂ.૧૫,૧૧,૦૦૦ મળી કુલ રૂ.૨૫,૫૭,૫૦૦નો મુદામાલ ચોરાયાની ફરિયાદ મોરબી : મોરબીમાં કાયાજી પ્લોટ મેઇન રોડ ઉપર ઘરેથી સોનાના દાગીનાની ચોરી થયાના પ્રકરણમાં પોલીસે ઘરના સિક્યુરિટી ગાર્ડ એવા નેપાળી શખ્સ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમા રહેતા અને ટંકારા તાલુકાના હડમતીયા ગામે પવનસુત પોલીપેક નામનું કારખાનુ ચલાવતા હિંમાશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર કે જેઓ પરિવાર સાથે રાજકોટમાં ભાગીદારના ઘરે રાંદલનો પ્રસંગ હોય ત્યાં ગયા હતા. તે અરસામાં ઘરે ચોરી થઈ જતા તેઓએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે પરિવાર જ્યારે ઘરે આવ્યો ત્યારે સામન વેર વિખેર પડેલ હોય, રૂમના કબાટ ખુલ્લા હોય તેમજ કબાટમા જોતા કબાટમા રાખેલ રોકડ રૂપીયા ૯,૧૧,૦૦૦/- તથા પત્ની રીટાના સોના ચાંદીના દાગીના રાખેલ જે જોવામા આવતા ન હતા. આ કબાટમા સોનાની પાટલી સેટ બંગડી નંગ-૦૬ અંદાજીત વજન ત્રણ તોલા કિ.રૂ.૬૦૦૦૦/- , સોનાના પેન્ડલ સેટ નંગ-૧૦ અંદાજીત વજન પાંચ તોલા જેની કિ.રૂ.૧,૦૦૦૦૦/-, સોનાનો બંધ ગળાનો પેન્ડલ સેટ નંગ-૦૧ આશરે વજન બે તોલા કિ.રૂ.૪૦,૦૦૦/-, સોનાના મંગળસુત્ર બુટીવાળા નંગ-૦૨ અંદાજીત વજન ત્રણ તોલા જેની કિ.રૂ.૬૦,૦૦૦/- , સોનાની વિંટી નંગ-૧૫ અંદાજીત વજન ચાર તોલા કિ.રૂ.૮૦૦૦૦/-, સોનાની કડી નંગ-૦૪ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦, સોનાની બુટી જોડી નંગ-૧૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦/-, સોનાના દાણા નંગ-૧૧ અંદાજીત વજન પાંચ ગ્રામ કિ.રૂ.૫૦૦૦/-, સોના ચેન નંગ-૧૨ અંદાજીત વજન છ તોલા કિ.રૂ.૧,૨૦૦૦૦/-, સોનાનો પેન્ડલ સેટ ચેનવાળો નંગ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાના પેન્ડલ નંગ-૦૭ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦/-, સોનાની લકી નંગ-૦૨ અંદાજીત બે તોલા કિ.રૂ.૪૦,૦૦૦/-, સોનાના સિક્કા નંગ-૦૨ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦/-, સોનાનો બ્રેસ્ટલેટ અંદાજીત વજન પાંચ ગ્રામ કિ.રૂ.૧૦૦૦૦/, સોનાનુ ડોકિયા નંગ-૦૩ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦/-, સોનાની બંગડી બુટી વિટી સાથેનો ડાયમંડ સેટ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, ચાંદીના સાંકડા જોડી નંગ-૦૨ કિ.રૂ.૨૫૦૦/-, ચાંદીની માછલી નંગ-૧૫ કિ.રૂ.૧૫૦૦/- , ચાંદીનો માથાનો ચિપીયો કિ.રૂ.૫૦૦/-, ચાંદીના મોતી સેટ નંગ-૦૨ કિ.રૂ. ૧૨૦૦/-, ચાંદીનો ડાયમંડનો સેટ નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-, અગરબતી સ્ટેન્ડ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-, ભગવાનની મુર્તી નંગ-૦૫ કિ.રૂ.૫૦૦/-, ચાંદીના ગ્લાસ નંગ-૦૪ કિ.રૂ.૪૦૦/-, ચાંદીની વાડકી નંગ-૦૪ કિ.રૂ. ૪૦૦/- ના સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીની વસ્તુ રાખેલ તે મળી આવેલ ન હતી. બાદમાં પુત્ર ક્રુપાલના રૂમમાં જતા કબાટ ખુલ્લા હોય અને રૂમમા સામાન વેર વિખેર પડેલ હોય, કબાટમા રોકડ રકમ રૂ.૬,૦૦,૦૦૦/- ભરેલ પર્સ જોવામા આવેલ નહી તથા કબાટના ડ્રોવરમા સોના ચાંદીના દાગીના રાખેલ જે જોવામા આવ્યા ન હતા. જેમાં સોનાના પાટલા નંગ-૦૨ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનો પેન્ડલ સેટ બ્રેસ્લેટ ચેન સાથે સેટ -૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનો બુટી સેટ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનુ ડોકિયુ નંગ-૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ. ૨૦,૦૦૦/-, સોનાના ચેન નંગ-૦૪ અંદાજીત વજન બે તોલા કિ.રૂ.૪૦,૦૦૦/-, સોનાનો બ્રેસલેટ નંગ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦૦૦૦/-, સોનાના પોંચા નંગ-૦૩ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાની વીંટી નંગ-૦૨ અંદાજીત વજન પાંચ ગ્રામ કિ.રૂ.૧૦,૦૦૦/- સોનાની બુટી નંગ-૦૪ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાના પેન્ડલ નંગ-૦૬ અંદાજીત વજન એક તોલુ કિ.રૂ.૨૦,૦૦૦/, સોનાનુ બુટી સાથેનુ મંગળસુત્ર નંગ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનુ ડોકીયુ બુટી સાથે નંગ-૦૧ અંદાજીત વજન એક તોલા કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનો પેન્ડલ સેટ બુટી સાથે નંગ-૦૧ અંદાજીત વજન એક તોલુ કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાનો બુટી સાથેનો સેટ-૦૧ અંદાજીત વજન ત્રણ તોલા કિ.રૂ.૬૦,૦૦૦/-, ચાંદીના સાંકડા જોડી નંગ-૦૪ કિ.રૂ.૪૦૦૦/- , ચાંદીના જુડા નંગ-૦૨ કિ.રૂ.૧૫૦૦/-, ચાંદીની માછલી નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦/-તથા ચાંદીના દિવેલીયા નંગ- ૨ કિ.રૂ.૫૦૦/- તથા, ચાંદીની વાટકી નંગ-૦૨ કિ,રૂ.૨૦૦, ચાંદીની ચમચી નંગ-૦૧ કિ.રૂ.૧૦૦, ચાંદીનો કંદોરો નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- ના સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીની વસ્તુ રાખેલ તે મળી આવેલ ન હતી અને ઘરમા અન્ય સામાન વેરવિખેર પડેલ હોય અને સી.સી.ટી.વી. કેમેરાનુ ડી.વી.આર જોવામા આવતુ ન હતુ તેમજ ચોકીદાર તેમજ કામ કરતો સદે બહાદુર વિશ્વકર્મા તથા તેની પત્ની બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા ઘરેથી રાત્રી ના સમયે નિકળી ગયેલ હોય, બન્ને ઘરેથી સોનાના દાગીના તોલા ૫૧.૫ ગ્રામ કિ.રૂ.૧૦,૩૦,૦૦૦/- તથા ચાંદીના દાગીના કિ.રૂ.૧૬,૫૦૦/- તથા રોકડ રૂ.૧૫,૧૧,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૨૫,૫૭,૫૦૦/- નો મુદામાલ સાથે લઇ ગયેલ હોય પોલીસે બન્ને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.