મોરબી : મોરબીના શનાળા નજીક ગઈકાલે દારૂના નશાના કાર સાથે અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક મુકેશ લક્ષ્મણભાઈ રાકાણી રહે.વિરપર ગામ વાળાને પકડી નાગરિકોએ સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કરતા પોલીસે આ નસેડી રીક્ષા ચાલક વિરુદ્ધ મોટર વ્હિકલ એકટ તેમજ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.