એસ.ઓ.જી. ટીમે 98,350 રૂપિયાના મુદ્દામાલ સાથે બિહારના શખ્સને દબોચી લીધોમોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રંગપર બેલા રોડ પર સ્વેડ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી. દ્વારા ગેરકાયદે નાર્કોટીક્સ માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એસ.ઓ.જી.ને ચોક્કસ બાતમી મળી હતી કે, સોમનાથ પેટ્રોલપંપની સામે આવેલ સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા માળે આવેલી ઓરડીમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ઘટનાસ્થળે રેઇડ કરી હતી અને આરોપી સુનિલ રાધેશ્યામ મૌઆરને પકડી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી હાલ સ્વેડ સીરામીક લેબર ક્વાર્ટરમાં રહે છે અને તે મૂળ બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના ખરાવકલાનો વતની છે.પોલીસે આરોપી પાસેથી 1 કિલો 814 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત 90,700 રૂપિયા થાય છે. આ ઉપરાંત ગાંજાના વેચાણમાંથી મેળવેલા રોકડા 2650 રૂપિયા અને 5000 રૂપિયાની કિંમતનો 1 મોબાઇલ ફોન મળીને કુલ 98,350 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B)(2-B) તથા 29 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.#MorbiUpdate #Morbi #MorbiPolice #SOGMorbi #CrimeNews #NDPSAct #GanjaSeized