મોરબી એલસીબી ટીમે થાનના દારૂ સપ્લાયરનું નામ ખોલાવ્યું મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે પીપળી ગામે રહેણાક મકાનમાં દરોડો પાડી કારા નામના શખ્સને વિદેશી દારૂની 17 બોટલ સાથે ઝડપી લઈ થાનના દારૂ સપ્લાયરનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જેતપર ગામે શિવ પાર્ક-2 સોસાયટીમાં રહેતો આરોપી વિજયભાઇ ઉર્ફે કારો મનહરભાઇ હમીરપરા નામનો શખ્સ પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી વિજયભાઇ ઉર્ફે કારો મનહરભાઇ હમીરપરા રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીની 17 બોટલ કિંમત રૂપિયા 6800 સાથે ઝડપાઇ ગયો હતો. આરોપીની પૂછપરછમાં દારૂની આ બોટલ થાનના પંકજભાઇ નામના શખ્સ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.