મોરબી તાલુકા પોલીસે ભરતનગર નજીકથી 156 બોટલ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો મોરબી : કચ્છના રાપર તાલુકાના ભીમસરથી વિદેશી દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવી રહેલી ઇનોવા કાર સાથે પોલીસે એક આરોપીને ઝડપી લઈ રૂપિયા 3,58,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૂના જથ્થો ભરી આપનાર શખ્સનું નામ ખોલાવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ભરતનગર ગામના પાટિયા પાસેથી કચ્છ તરફથી મેકડોવેલ નંબર વન દારૂનો જથ્થો ભરેલ ઇનોવા કાર સાથે મહેન્દ્રભાઇ મનજીભાઇ સાલાણી, ઉ.વ.૨૩, હાલ રહે.ભચાઉ, લાયન્સનગર પાસે, તા.ભચાઉ જી.કચ્છ-ભુજ. મુળ રહે. ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભુજ વાળાને ઝડપી લીધો હતો અને કારની તલાશી લેતા કારમાંથી રૂ.58,500ની કિંમતનો 156 બોટલ દારૂનો જથ્થો મળી આવતા આ દારૂ કોને ભરી આપ્યો તે અંગે પૂછપરછ કરતા આરોપીએ સુરેશભાઇ નથુભાઇ સાલાણી જાતે.કોળી રહે. ભીમાસર(ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભુજ વાળાએ આપ્યો હોવાનું કબુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધી ઇનોવા કાર રજી.નં.GJ-05-CJ-7448 કિં.રૂ.3 લાખ અને મેકડોવેલ્સ નંબર-1 વ્હિસ્કીની બોટલો નંગ-156 કિંમત કિ.રૂ.58,500 કબ્જે લઈ આરોપી સુરેશભાઇ નથુભાઇ સાલાણીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..