વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેર : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર 250 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ છે. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 9ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પસાર થતી સફેદ કલરની મારૂતી ફન્ટી કાર રજી નં. જી.જે. ૧૨ પી ૦૬૦૨માં હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ. ૨૧, ધંધો રી.ડ્રા., રહે. વીશીપરા સ્મશાનની બાજુમાં, મોરબી) 250 લીટર (કી.રૂ. 5000) દેશી દારૂનો જથ્થો લઇ જતો હતો. ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી કાર અને દારૂ મળી કુલ 55,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દેશી દારૂનો જથ્થો જનુમાભાઇ સાજનભાઇ માજોઠી (રહે. કાંતીનગર, મોરબી)એ ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે મંગાવ્યો હતો. આથી, પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.