વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે મંદિરની સામેની શેરીમાં દેશી દારૂ ભરેલી કાર પડી હોવાની બાતમીને આધારે દરોડો પાડી 1110 લીટર દારૂ તેમજ સ્વીફ્ટ કાર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માટેલ ગામે માટેલ મંદિર નજીક શેરીમાં એક સ્વીફ્ટ કારમાં દેશીદારૂ ભરેલો હોવાની બાતમી મળતા સ્થળ ઉપર જઈ પોલીસે બાતમીના વર્ણન વાળી સ્વીફ્ટ કાર નંબર GJ-36-L-0506 ચેક કરતા કારમાંથી 1110 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. વધુમાં દેશી દારૂ મામલે પોલીસે આરોપી હીરાભાઇ અરજણભાઇ ધેણોજા રહે-માટેલ તા-વાંકાનેર જી-મોરબી વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણ લાખની કાર અને 4440નો દેશી દારૂ મળી રૂપિયા 3,04,440નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.