પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવ્યો મોરબી : મોરબીમાં તહેવારો દરમિયાન દારૂ-જુગાર પર તવાઈ બોલાવીને 89 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવ્યો હોવાથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના રવાપર ધુનડા રોડ સદગુરૂ સોસાયટી નજીક ફન્ટી કારનં. GJ-03-DD-0275 ને ઝડપી લઈ તેની તલાશી લેતા આ કારમાંથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ.૧૬, સીગ્નેચર રેર એગેડ વ્હીસ્કી બોટલ નંગ.૩૩ તથા જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી સીલબંધ બોટલ નંગ.૪૦ મળી કુલ બોટલ નંગ.૮૯ મળી આવી હતી. આથી પોલીસે દારૂ કિ.રૂ. ૧,૨૧,૬૫૦ તથા ફન્ટી કાર કિ.રૂ. ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૧,૬૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, રેઇડ દરમિયાન આરોપી મહેશભાઇ દાનાભાઇ જારીયા હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..