મોરબી એલસીબી ટીમે બે શખ્સને દબોચ્યા, બે ફરાર મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીકથી એલસીબી ટીમે દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે બે શખ્સને દબોચી લીધા હતા જ્યારે બે આરોપીના નામ ખુલતા બન્નેને ફરાર દર્શાવી ચાર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે નીચી માંડલ નજીક વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો લઈને પસાર થઇ રહેલ જીગ્નેશ ઉકાભાઈ લગદાણીયા રહે.ઢેઢુંકી, સુરેન્દ્રનગર, કાળું રમેશભાઈ માન્ડલીયા, રહે.ઢેઢુંકી, સુરેન્દ્રનગરને રૂપિયા 2 લાખની સ્વીફ્ટ કાર તેમજ 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7000, મોબાઈલ ફોન રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 2,12,000 સાથે ઝડપી લીધા હતા. વધુમાં દેશી દારૂના આ ગોરખધંધામા આરોપી જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રહે.ઢેઢુંકી, સુરેન્દ્રનગર અને ઝરીના અનવરભાઈ માલાણી રહે. મોરબીની સંડોવણી હોવાની બન્ને આરોપીઓએ કબૂલાત આપતા ચારેય આરોપીઓ વિરુદ્ધ એલસીબી ટીમે પ્રોહીબિશન એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.