વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે 650 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી.આ બનાવની વાંકાનેર પોલીસમાંથી મળતી વિગતો મુજબ એસ.પી.કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી.બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પી.એસ.આઇ.બી.ડી.પરમાર અને પો.કોન્સ.હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ પેટ્રોલીગમાં હતા.ત્યારે પો.કોન્સ.દર્શીત ગીરીશભાઈને બાતમી મળી હતી કે, જી.જે.13 એફ.9025 નંબરની ઇન્ડીકા કાર દેશી દારૂ ભરીને ચોટીલા બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવી રહી છે.આ બાતમીના આધારે વાંકાનેર પોલીસે મહીકા પુલ નજીક દોડી જઈને ત્યાંથી પસાર થતી આ કારને અટકાવવાની કોશિશ કરતા કારમાં રહેલા બે શખ્સો કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.બાદમાં પોલીસે કારમાંથી 650 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કરી બે શખ્સો સામે દારૂની હેરાફરીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne