અકસ્માત સર્જા બાદ કાર ચાલક ફરાર, પોલીસે ગુન્હો નોંધ્યોહળવદ : મોરબી - હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગત તા.23ના રોજ રાત્રીના સમયે બાઈક પર હોટલમાં જમવા જઈ રહેલા દંપતીને અલ્ટો કારના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જતાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી જતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરો છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ - મોરબી હાઇવે પર ગત તા.23ના રોજ નિલેશભાઈ ગિરધરભાઈ બાવરવા અને તેમના પત્ની કાજલબેન નિલેશભાઈ બાવરવા રહે.ચરાડવા ગામ વાળાઓ રાત્રીના સમયે બાઈક પર હોટેલ ભવ્યમાં જમવા માટે જતા હતા ત્યારે ચરાડવા જીઈબી પાસે પહોંચતા જીજે -13 - સીબી - 8383 નંબરની અલ્ટો કારના ચાલકે નિલેશભાઈના બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જતાં નિલેશભાઈ અને તેમના પત્ની કાજલબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતમાં નિલેશભાઈને ફ્રેક્ચર થયું હતું જ્યારે કાજલબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય પ્રથમ ચરાડવા બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી નાસી ગયો હોય બનાવ અંગે નિલેશભાઈના પિતા ગિરધરભાઈ શામજીભાઈ બાવરવા રહે.ગોકુળીયા ગામ, હળવદ વાળાએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.