પુરપાટ વેગે જતી કાર મકરાણી વાસ પમ્પીંગ સ્ટેશન પાસે 25થી 30 ફૂટ નીચે ખાબકતા યુવાન ઈજાગ્રસ્ત મોરબી : મોરબીમાં ગઈકાલે સાંજના સમયે પુરપાટ ગતિએ જતી હ્યુન્ડાઇ વેરના કાર પુલ ઉપરથી 25થી 30 ફૂટ નીચે ખાબકતા કારનો બુકડો બોલી ગયો હતો અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકરાણી વાસ નજીક આવેલ પમ્પીંગ સ્ટેશનના પુલ ઉપરથી જીજે-36-5242 નંબરની હ્યુન્ડાઇ વેરના કાર પુરપાટ ગતિએ પસાર થતા સમયે પુલ ઉપરથી અંદાજે 25થી 30 ફૂટ નીચે ખાબકતા કારનો બુકડો બોલી ગયો હતો. વિચિત્ર અકસ્માતની ઘટનામાં હુન્ડાઈ વેરના કારમાં ચિરાગ સાણજા નામનો યુવાન એક જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચિરાગને પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..