મોરબી : મોરબીના ગેસ્ટહાઉસ રોડ ઉપર શકતીચોક નજીક આજે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં મારુતિ ઝેન કાર અચાનક ભડભડ સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ ટીમે તાત્કાલિક આગ બુઝાવી નાખી હતી. કારમાં આગ લાગતા કારમાં સ્વર લોકો સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી. બનાવને પગલે મોરબી પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું.