મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ડો. બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા મોરબી : મોરબીમાં આજે ડો બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ડો. બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારત રત્ન અને બંધરણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના ૬૬મા મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સાંજે નહેરુગેટના ચોકથી બાબા સાહેબની પ્રતિમા મોરબી નગરપાલિકા સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ડો. બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.