મોરબી : મોરબી ખાતે વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મેહતા સાર્વજનિક ડિસ્પેન્સરી, નવા ડેલા રોડ, મોરબી ખાતે આગામી તા.12 અને 13 રોજ મુંબઈના જાણીતા કેન્સર સર્જન ડો.વિક્રમ સંઘવી દ્વારા વિનામૂલ્યે કેન્સરના દર્દીઓની તપાસ કરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડિસ્પેન્સરી ખાતે મયુરભાઈ વોરા પાસે આગાઉ નામ નોંધણી કરાવી જવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું છે.