મોરબી : મોરબી પંથકમાં આજે બપોરે 4:00 વાગ્યા આસપાસ લખધીરપુર ગામ પાસે આવેલી કેનાલમાં ભંગાણ પડ્યું હતું. કેનાલમાં ભંગાણ પડવાના કારણે મોટા પ્રમાણમાં પાણી વહી નીકળ્યું હતું અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તંત્રનું ધ્યાન દોર્યું છે. તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ કરાય છે.#Morbi #Lakhdhirpur #CanalBreach #MorbiNews #GujaratRain #BreakingNews #MorbiUpdate