કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે આયોજન હળવદ : હળવદ તાલુકાના માથક ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના માથક ગામે દાજીબાપુના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતી ઝેરી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી કુદરતી સ્ત્રોત જેવા કે ગાય આધારિત ખેતી કે જેમાં જીવામૃત, બિજમૃતનો ઉપયોગ વનસ્પતિમાં બનાવેલ જુદા-જુદા પ્રકારના અર્કનો ઉપયોગ કરી જીવાત રોગને કાબૂમાં રાખવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લીલો પડવાશ કરવો વગેરે વિષયો ઉપર ખેડૂતોને દાજીબાપુ તથા કે.વિ.કે. મોરબીના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં માથક તેમજ આજુબાજુના ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..