ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એન.સી.જાધવના માર્ગદર્શન હેઠળ તા.28 સપ્ટેમ્બરના રોજ ટંકારા તાલુકાની હરબટીયાળી હાઈસ્કૂલ ખાતે 'પોકસો અવેરનેસ કેમ્પસ' અંતર્ગત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી. બારૈયા તથા પી.એલ.વી નવાઝ એચ. માડકિયા તથા સ્કૂલના પ્રમુખ તથા શિક્ષક ગણ તથા બાળકોએ ભાગ લીધો હતો. અને પોક્સો અંગેની માહિતી આપવામાં આવી હતી.