મોરબી : મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આવતીકાલે તા. 23મીએ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે આધાર કાર્ડધારકોને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાનો હોય અથવા કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવાના હોય, તે લોકો માટે મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આવતીકાલે તા. 23ને શુક્રવારના રોજ સવારે 11થી બપોરે 2 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આધાર કાર્ડધારકોએ પોતે આધાર કાર્ડ અને OTP માટે મોબાઈલ સાથે હાજર રહેવાનું રહેશે. જેની ફી પેટે રૂ. 50 આપવાના રહેશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..