મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ 6 એપ્રિલ ને રવિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ: શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન મોરબીના રવાપર રોડ પર નિલકંઠ સ્કૂલની સામે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આ કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે. આ ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યાએ કેમ્પ ચાલે છે. પણ મોરબીમાં આ કેમ્પમાં અંદાજિત 150 બાળકો લાભ લે છે. વધુ માહિતી માટે મો. નં. 94272 13999 પર સંપર્ક કરવા જણાવાયું છે.આ ઉપરાંત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ દ્વારા મોરબીમાં આ વર્ષે યોજાનાર તમામ સુવર્ણપ્રાશનના કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. જેમાં 3 અને 4 મે, 27 જૂન, 25 જુલાઈ, 21 ઓગસ્ટ, 17 સપ્ટેમ્બર, 10 ઓક્ટોબર, 11 નવેમ્બર અને 8 ડિસેમ્બરના રોજ કેમ્પ યોજાશે.