મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ 5 જાન્યુઆરી ને સોમવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે. 5 જાન્યુઆરી ને સોમવારના રોજ મોરબીના રવાપર રોડ પર હનુમાનજી મંદિર નિલકંઠ સ્કૂલ સામે આવેલ વિશ્વકર્મા સોસાયટી ખાતે સવારે 9 તી બપોરે 1 વાગ્યા સુધી પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમાં પીવડાવવામાં આવશે. તો મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. આં કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે. વધુ માહિતી માટે મો.નં. 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.