મોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમ પાસેના પુલ ઉપર રઝળતા પશુઓનો છેલ્લા ઘણા દિવસથી પડાવ છે. જેના કારણે અડધો રોડ બ્લોક રહે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત વાહનચાલકો ઉપર અકસ્માતનું પણ જોખમ તોળાઈ છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકોએ માંગ ઉઠાવી છે.