મોરબી : મોરબીમાં જે લોકોએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને બીજો ડોઝ આપવા આગામી તા.15ના રોજ આરોગ્ય વિભાગના સહયોગથી વેકસીનેશન કેમ્પ યોજાશે. પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન આગામી તા. 15 મેને શનિવારના રોજ નવા બસ સ્ટેન્ડ પાછળ કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે સવારે 9-30થી 10 કલાક અને બપોરે 2-30થી 5 કલાક સુધી કરવામાં આવેલ છે. જેમાં માત્ર વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે. જેથી જેની ઉમર 45 વર્ષથી વધુ હોય અને પ્રથમ ડોઝને 42 દિવસ પૂર્ણ થયેલ હોય તેઓ બીજા ડોઝનો લાભ લઇ શકશે. રસીકરણ માટે આવનારે આધાર કાર્ડ તથા પ્રથમ ડોઝના રજિસ્ટ્રશનનો મોબાઇલ નંબર સાથે રાખવાનો રહેશે. વધુ વિગત માટે ધીરુભાઈ સાણજા (98798 42281) અને અશ્વિનભાઈ એરણિયા (81604 15775)નો સંપર્ક કરી શકાશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.