ટંકારા : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે આંખની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટંકારાની જુદી જુદી શાળામાં અભ્યાસ કરતા 115 થી વધારે બાળકોની આંખની તપાસ કરવામાં આવી હતી અને સાથે વિનામૂલ્યે બાળકોને ચશ્મા પણ આપવામા આવ્યાં હતા. આ કેમ્પમાં ટંકારાના ઓપ્થેલ્મીક આસિસ્ટન્ટ નિધિ દવે તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના સુરેશભાઈ કાલરિયા દ્રારા તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પનું સુચારું આયોજન માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ(RBSK) ટંકારાના ડો. વિશાલ તેંરૈયા, ડો. ચીત્રાંગીની પટેલ, ડો. અમિતા સનારિયા, ડો. કેયૂર જાની તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ સમગ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારાનાં સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.