મોરબી : આજ રોજ મોરબી તાલુકાના વનાળિયા ગામમાં કોરોના રસીકરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનાળિયા ગામના સરપંચ જીવરાજભાઈ દેકાવડિયા અને વનાળિયા ગામમાં આવેલ મસ્જીદના પેસ ઇમામ સલીમ બાપુની હાજરીમાં રસીકરણની શરૂઆત કરવામાં આવેલ અને મસ્જીદમાંથી ગામમા રસીકરણ લેવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી. ઉલ્લેખનીય છે કે રસીકરણની શરૂઆત ગામના સરપંચથી કરવામાં આવેલ હતી.