મોરબી : ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાની વાવડી ખાતે આજરોજ બીપી અને ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત આ કેમ્પમાં ડૉ. બંસરીબા જાડેજા અને મોહિનીબેન ચૌહણે કેમ્પમાં સેવા આપેલ હતી ડીવાઇન લાઈટ ટ્રસ્ટ તેઓનો આભાર વ્યક્ત કરવાની સાથે વાવડીની જનતાએ પણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં નાની વાવડીના સરપંચ જયંતીભાઈ પડસુંબિયા અને મોરબી સિવિલ ટીબી વિભાગના ડો. કમલેશ પરમાર અને નિખિલ ગોસાઈએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થાએ જયંતીભાઈ પડસુંબિયા તેમજ મોરબી ટીબી વિભાગનો આભાર વ્યક્ત કરી વાવડીની જનતાની સેવા માટે વધુને વધુ કેમ્પ કરતા રહેશે અને આવનારા દિવસોમાં ટીબી વિભાગ સાથે રહી કેમ્પનું આયોજન કરી અને પ્રજામાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવશે. તેવો ધ્યેય સંસ્થાના પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણએ વ્યક્ત કર્યો હતો.