મોરબી : મોરબી - હળવદ રોડ પર આવેલ સિરામિક એમ્પાયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમી રહેલા ઓફીસ માલિક સહિત ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, મોરબી - હળવદ હાઇવે પર આવેલ સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 3માં ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી આરોપી કેવલ ધર્મેન્દ્રભાઈ કાલરીયા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે.જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી કેવલ ધર્મેન્દ્રભાઈ કાલરીયા રહે.જીવાપર (ચમનપર), મેહુલ મનસુખભાઇ વામજા રહે.મહેન્દ્રનગર, કાંતિ જ્યોત રેસિડેન્સી અને આરોપી સુધીર હર્ષદભાઈ બાવરવા રહે.કુબેર નગર, ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે, મોરબી વાળાઓ રોકડા રૂપિયા 25,100 સાથે તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.