પોલીસે નામચીન મહિલા સહિત 6 જુગારીઓની ધરપકડ કરીમોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ભડિયાદ કાંટા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાં જુગાર રમવા આવેલ એક નામચીન મહિલા સહિત છ આરોપીઓ રોકડા રૂપિયા 58,300નો રોકડ સાથે ઝડપાઇ જતા પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ભડિયાદ કાંટા નજીક રહેતો આરોપી હિતેશભાઈ અતુલભાઈ ત્રિવેદી પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે રાત્રીના સમયે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી (1) હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી રહે.ભડીયાદ કાટાં પાસે, ડીલક્ષ પાન સામે, મોરબી (2) જતીનભાઇ દિનેશભાઇ ઝંઝવાડીયા રહે.જોધપર નદી ગામ (3) સાહીલભાઇ કરીમભાઇ નાથાણી રહે. વિશીપરા મદીના સોસાયટી,મોરબી (4) સીરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલીભાઇ પોપટીયા રહે.સો-ઓરડી, મોરબી (5) અરવિંદભાઇ ઉર્ફે ભુરો અજુભાઇ સોમાણી રહે.ભડીયાદ કાટા પાસે મોરબી અને (6) યાસમીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા રહે.યોગીનગર, શોભેશ્વર રોડ, મોરબી વાળાઓ તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડા રૂપિયા 58,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે, આરોપી સીરાજ ઉર્ફે દુખી અનેક ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર રહી ચુક્યો છે અને આરોપી યાસમીન ઉર્ફે આરતી વિરુદ્ધ પ્રોહીબિશનના અનેક ગુન્હા નોંધાઇ ચુક્યા છે.