વાડી માલિકે પ્લાસ્ટિકનો તંબુ બાંધી કરી હતી જુગાર રમવાની વ્યવસ્થા : રૂ.9.06 લાખ રોકડા સહિત 24.06 લાખનો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં નારણકા ગામના જવાના રસ્તે આવેલ વાડીમાં પ્લાસ્ટિકનો તંબુ બાંધી જુગાર ક્લબ શરૂ કરવામાં આવી હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા વાડીમાં જુગાર રમવા આવેલ સાત આરોપીઓ રોકડા રૂપિયા 9,06,500 તેમજ બે કાર સહિત કુલ રૂ.24,06,500ના મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા ક્રાઈમ બ્રાન્ચે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં નારણકા જવાના કાચા રસ્તે આવેલ વાડીમાં આરોપી મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા રહે.ભક્તિ સોસાયટી, નાની વાવડી, મૂળ રહે.ફડસર વાળાએ જુગાર ક્લબ શરું કરી હોવાની બાતમી મળતા ગત રાત્રીના સમયે ક્રાઇમબ્રાન્ચની ટીમે વાડીમાં દરોડો પાડતા વાડીમાં પ્લાસ્ટિકનો તંબુ બાંધી જુગાર રમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે વાડીમાં જુગાર રમી રહેલા આરોપી (1) મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા, રહે.નાની વાવડી ભક્તિ સોસાયટી, મોરબી (2) રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા, રહે.મહેન્દ્રનગર, સિદ્ધિવિનાયક ટાઉનશીપ (3) માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી રહે.વવાણીયા (4) ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા, રહે. મહેન્દ્રનગર ગામ પ્રભુ કૃપા રેસીડેન્સી, મોરબી (5) રાજેશભાઈ મકનભાઈ મહાલિયા, રહે.વર્ષામેડી તા.માળીયા (6) વિવેક વિનોદભાઈ ગોસ્વામી, રહે.મોટાદહીંસરા તા.માળીયા અને આરોપી (7) નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા, રહે.પ્રભુ કૃપા ટાઉનશિપ, મહેન્દ્રનગર, મોરબી વાળાઓને ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન ક્રાઇમબ્રાન્ચની ટીમે જુગારના પટ્ટમાં તેમજ આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા 9,06,500 તેમજ સ્કોર્પીયો કાર નં. GJ- 03 -PA - 6612 તથા ટાટા પંચ કાર નં. GJ-36-AL- 3275 સહિત કુલ મળી રૂપિયા 24,06,500નો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિક સહિત સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કાયદાની કલમ 4 - 5 મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.