રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રમતા રમતા ગરમ પાણીનું તપેલું માથે પડતા ગંભીર રીતે દાઝી ગયેલા બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિશીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નં -૦૩ માં રહેતો રાહુલભાઇ પ્રવિણભાઇ શુકલ (ઉ.વ ૧૨) નામનો બાળક ગત તા.૦૭/૦૨/૨૦૨૧ ના રોજ બપોરે ચાડા ચારેક વાગ્યા વખતે પોતાના ઘરે હતો ત્યારે રમતા રમતા શરીરે ગરમ પાણીનુ તપેલુ માથે પડતા શરીરે દાજી જતા સારવાર માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ વધુ સારવાર અર્થે રાજકોટ શહેરમા રિફર કરાયો હતો. જ્યાં રાજકોટની સરકારી હોસ્પિટલના બર્નસ વોર્ડમા દાખલ કરેલ હોય તેનુ ચાલુ સારવાર દરમ્યાન ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી આજે ટપાલથી કાગળિયા આવતા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.