ચેતનાબેન વલ્લભભાઈ સનાવડા નામના મહિલા બંને પગે દિવ્યાંગ હોવા છતાં કાંખ-ઘોડી લઈને પણ મતદાનની ફરજ નિભાવી મોરબી : મોરબી તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 18 -રવાપર જિલ્લા પંચાયત અને 23 - તાલુકા પંચાયતની સીટનું સવારથી જ ધીંગુ મતદાન થઈ રહ્યું છે. લીલાપર ખાતે ચેતનાબેન વલ્લભભાઈ સનાવડા બંને પગે દિવ્યાંગ હોવા છતાં કાંખઘોડી સાથે મતદાન કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. આજે સવારમાં જ દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ દ્વારા પોતાનો કિંમતી મત આપી મતદાનનો શુભારંભ કરાવ્યો હતો. મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી નવીનભાઈ સી. રાજપરાએ સજોડે સાથે રહી મતદાનની ફરજ બજાવી હતી. તમામ અગ્રણીઓની પહેલને કારણે લીલાપર ગામમાં બપોરે 3.00 વાગ્યા સુધીમાં 62 ટકા જેટલું બમ્પર મતદાન થયેલ છે. હજુ પણ લોકો લાઈનમાં ઉભા રહી સોસિયલ ડિસ્ટ્સનિંગ રાખી અવિરત મતદાન કરી રહ્યા છે.