મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં પ્રાચીન પરંપરા અનુસાર શોભાયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ થયો હતો જેમાં આનંદ ઉલ્લાસ ભેર બહોળી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા હતા.અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડી આવી ચૂકી છે અને સમગ્ર મોરબી પંથક આ ઘડીને વધાવવા અને ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે, ત્યારે મોરબીના મહેન્દ્રનગરમાં પણ પ્રાચીન પરંપરા અનુસાર બળદગાડા સાથે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધીના આશરે 500થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને આનંદથી મહોત્સવની ઉજવણીમાં રામમય બન્યા હતા. આ સાથે જ ગ્રામજનો બપોરે સાથે મળીને અયોધ્યાની મહાઆરતીનો વર્ચ્યુઅલ લાભ પણ લેનાર છે.