પાડા પુલ નીચે રવિવારી બજારમાં બનેલો બનાવ, પોલીસ કર્મચારીને રાજકોટ દાખલ કરવા પડ્યામોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યારે ગઈકાલે રવિવારે પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં ટ્રાફિક નિયમન કરાવી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરના બુલેટ ચાલકને રોકવાનો પ્રયાસ કરતા બુલેટ ચાલકે ફૂલ સ્પીડે બુલેટ ચલાવી જમાદારને હડફેટે લઈ લેતા જમાદારને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને બુલેટ ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં ટ્રાફિક નિયમન કરાવી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ બાલસરાએ નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને નીકળેલા બુલેટ ચાલક ઝુબેર સરતાજભાઇ શેખને રોકવાનો પ્રયાસ કરતા ઝુબેરે બુલેટ ઉભું રાખવાને બદલે ફૂલ સ્પીડે બુલેટ હંકારી લાભુભાઈને હડફેટે લઈ પછાડી દીધા હતા અને પોતે પણ પડી ગયો હતો. આ અકસ્માતમાં લાભુભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવમાં ટ્રાફિક જમાદાર મહેન્દ્રભાઈ મોહનભાઇ ગઢવીએ આરોપી ઝુબેર સરાજભાઈ શેખ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.