મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મોરબી જિલ્લા પાંખ દ્વારા 4 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીના પરશુરામધામ ખાતે બ્રહ્મ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકરે તેમની પૂરી ટીમ અને કારોબારી સભ્યનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ટીમે સાથ સહકાર આપ્યો હતો. જે બદલ પ્રમુખ કિરણબેન સી. ઠાકરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.