મોરબી : મોરબીમાં એક યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, યુવકને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશનની સામે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશ અરજણભાઇ ટુંડિયા (ઉ.વ. 35) એ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા કારણોસર આપઘાતના ઇરાદે ટ્રેનના પાટા ઉપર ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું. આથી, તેઓને બંને પગે ગંભીર ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવેશનો એક પગ કપાયો છે, જ્યારે એક પગે ગંભીર ઇજાઓ થયેલ છે, તેવા અહેવાલ મળ્યા છે.