મોરબી : મોરબીમાં પ્રગતિ ક્લાસીસ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12ના કુલ 84 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટોટલ 12 ટીમમાંથી 3 ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા ટીમના દરેક ખેલાડીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે પ્રગતિ ક્લાસીસના સંચાલક પ્રમોદસિંહ રાણાએ વિજેતા ટીમને શીલ્ડ અર્પણ કરી જણાવ્યું હતું કે આવી રીતે આયોજન કરવાનો હેતુ એ હોય છે કે તેનાથી વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના, ખેલદિલી, શારીરીક સશક્તતા જેવા ગુણોનો વિકાસ થાય છે. દરેક વિજેતા ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.