મોરબી અપડેટ : મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા આજ રોજ તા.02/10/2026 ના રોજ 36 બોક્ષ ક્રિકેટ ખાતે બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્ષ ક્રિકેટ લીગમાં અલગ અલગ ફેકલ્ટીના વિવિધ વિદ્યાર્થીઓની કુલ 18 થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 2 રાઉન્ડ અને ત્યારબાદ ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ તથા અંતમાં ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. ફાઈનલ મેચમાં BBA SEM-5 અને B.Com SEM-3 વચ્ચે રોમાંચક મેચ બની હતી. જેમાં BBA SEM-5 ની ટીમ વિજેતા બની હતી. દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને અંતિમ વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરાઈ હતી. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિજેતા ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.