હળવદ પોલીસની રેઇડ દરમિયાન વાહન મૂકીને છોટાહાથી ગાડીનો ચાલક ફરાર હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે હળવદ બાયપાસ હાઈવે પરથી ૯૬ બોટલ વિદેશીદારૂ ભરેલી ટાટા છોટાહાથી ગાડીને ઝડપી લીધી હતી. જો કે, હળવદ પોલીસની રેઇડ દરમિયાન વાહન મૂકીને છોટાહાથી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે હળવદ ટાઉનના રીલાયન્સ પેટ્રોલપંપ બાજુમાં દિવ્યપાર્ક જવાના રસ્તા પાસે એક ટાટા કંપનીની છોટાહાથી ગાડી પકડી પાડતા આ ગાડીમાંથી વિદેશીદારૂની કુલ બોટલ નંગ-૯૬ કિં.રૂ.૩૬,૦૦૦ તથા એક ટાટા કંપનીની છોટાહાથી કિં.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૩,૩૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી છોટાહાથી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી જતા છોટાહાથી ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.