મોરબી : મોરબી શહેરના ધરમપુર ગામની સીમમાં આવેલ નર્સરી નજીક બાવળની કાટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી બુટલેગરને વિદેશી દારૂની 130 બોટલો સાથે ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ધરમપુર ગામની સીમમાં નર્સરી નજીક બાવળની કાટમા દરોડો પાડી આરોપી વિજય ગોરધનભાઇ દેગામાં રહે.શ્રી હરિ સોસાયટી, ટીંબડી ગામ વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 130 બોટલ કિંમત રૂપિયા 48,400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.