વાંકાનેર : જુના લુણસરીયા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાંચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દલડી સી.આર.સીની કુલ ૧૧ શાળાએ ભાગ લીધો હતો.વિજેતા બાળકોને ઇનામો અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શિક્ષા,શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાંચક સ્પર્ધાનું આયોજન જુના લુણસરીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.દલડી સી.આર.સીની કુલ ૧૧ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિજેતા બાળકોને ગામના સરપંચ જયુભા ઝાલા દ્વારા ઇનામો અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શિલ્પાબેન ગોંડલીયા તથા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.